Homeતાપણુંપંજાબમાં ચરણજીતસિંહ ને ચરણજીતસિંહે જ હરાવ્યા

પંજાબમાં ચરણજીતસિંહ ને ચરણજીતસિંહે જ હરાવ્યા

Team Chabuk-Political Desk: મોટો ઉલટફેર સર્જાતા પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની (Charanjit singh) ચમકૌર સાહિબ સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. આમ આદમી પાર્ટીના ચરણજીતસિંહ ચન્નીએ તેમને 4,500 મતથી હરાવ્યા છે. આ સીટ પર બીએસપીના હરમોનસિંહ અને બીજેપીના દર્શનસિંહ શિવજોત 2000 અને 2200 વોટ પર આઉટ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચરણજીતસિંહ ડોક્ટર છે અને ચમકૌર સાહિબમાં જ પ્રેક્ટિસ કરે છે. તેમની પોતાના વિસ્તારમાં પકડ મજબૂત હતી. જેની સામે મુખ્યમંત્રી પણ ધરાશાયી થઈ ગયા.

ચમકૌર સાહિબ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે ત્યાંના ધારાસભ્ય ચરણજીતસિંહ ચન્ની (Charanjit singh) મુખ્યમંત્રી બન્યા. આ માટે આમ આદમી પાર્ટીએ પણ ચિકિત્સા અધિકારી ચરણજીતસિંહને પસંદ કર્યાં હતા. તેમણે ચિકિત્સા અધિકારી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને રાજનીતિમાં લાગી ગયા હતા. તેમની પત્ની કમલજીત કૌર અને વહુ સિમરન એક એક ઘરમાં જઈ મત આપવાની અપીલ કરતી હતી. 2017માં ડોક્ટર ચરણજીતસિંહ અહીં હારી ગયા હતા. આ વખતે જીતી ગયા છે. 2017માં ચરજીતસિંહ ચન્ની આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચરણજીતની સામે 12,000 વોટથી જીત્યા હતા.

પંજાબમાં દલિતોને બે મોટા સમૂહોમાં વિભાજીત કરવામાં આવે છે. ચમાર, રવિદાસી, રામદાસિયા અને અદ ધર્મી. આ એક સમૂહ છે. જ્યારે મજહબી શીખ અને વાલ્મીકી બીજો સમૂહ છે. પંજાબમાં દલિતની વસતીમાં આ બંને સમૂહની ટકાવારી અનુક્રમે 41.59 અને 41.9 છે. રાજનીતિક રીતે બંને વર્ગનું વોટિંગ પેટર્ન પણ અલગ છે. પરંપરાગત રીતે પ્રથમ સમૂહ કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીનું સમર્થન કરતું આવ્યું છે. જોકે આ વખતે આ તમામ સમીકરણો ઉલટા સાબિત થઈ ગયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments