Homeસિનેમાવાદ‘રાધે-યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’: ટ્રેલર લોન્ચ, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત

‘રાધે-યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’: ટ્રેલર લોન્ચ, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત

Team Chabuk-Entertainment Desk:  સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં સલમાન ઉપરાંત દિશા પટ્ટણી,  રણદીપ હુડ્ડા,  જૈકી શ્રોફ પણ મુખ્ય ભૂમિકામાં છે. એક્શનથી ભરપૂર આ ટ્રેલરને ફેન્સ બહું પસંદ કરી રહ્યા છે. ટ્રેલરમાં સલમાન ખાનની એક્શનથી લઈને રમૂજી સંવાદ ફેન્સને પસંદ પડી રહ્યા છે. ટ્રેલરમાં સલમાન ખાનનો મોસ્ટ ફેમસ ડાયલોગ ‘એક બાર જો મૈને કમિટમેન્ટ કર દી તો મે અપને આપ કી ભી નહીં સુનતા’ પણ સાંભળવા મળ્યો.

ટ્રેલરમાં એક તરફ સલમાન ખાન જે પોલીસની ભૂમિકામાં છે બીજી તરફ ગુનાઓની દુનિયાના બાદશાહ છે. રાધે એટલે કે સલમાન ખાનની સીધી ટક્કર આ માફિયાઓ સાથે થઈ રહી છે. ટ્રેલરમાં કેટલાક એક્શન સીન દર્શાવાયા છે. ટ્રેલરમાં ક્યારેક એક્શન સીનમાં સાઉથની મૂવીની પણ ઝલક જોવા મળી રહી છે. જો કે, ઓલઓવર જેમને સલમાનની એક્શન ફિલ્મો ગમે છે તેમને આ મુવી પણ પસંદ આવવાની છે.દરેક ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ સલામન ખાનની એન્ટ્રી જોરદાર છે. ડાયલૉગ્ઝ દમદાર છે. મ્યૂઝિક પણ તમને ઝુમવા માટે મજબૂર કરી દે તેવું છે.

આ ઉપરાંત ટ્રેલરમાં સલમાન ખાન અને દિશા પટ્ટણીની ક્યૂટ કેમેસ્ટ્રી પણ જોવા મળી રહી છે. ટ્રેલરમાં દિશાનો લૂક ગ્લેમરસ લાગી રહ્યો છે. ફિલ્મમાં જૈકી શ્રોફ પણ છે જે ફિલ્મ ભારત પછી ફરી એકવાર સલમાન સાથે ઓન સ્ક્રીન જોવા મળ્યો છે.

ફિલ્મ રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ ફિલ્મ પ્રભુદેવાના દિગ્દર્શન હેઠળ બની છે. જે 13 મે ઈદના દિવસે રિલીઝ થશે. ફિલ્મને સલમાન ખાન ફિલ્મ્સે ઝી સ્ટૂડિયો સાથે મળીને પ્રસ્તૂત કરી છે. જેનું નિર્માણ સલમાન ખાન, સોહેલ ખાન અને રિલ લાઈફ પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડે કરી છે.

સલમાન ખાને ફિલ્મ વોન્ટેડ (2009)માં પ્રભુદેવા સાથે કામ કર્યું છે. જેમાં તે કૉપના દમદાર રોલમાં જોવા મળ્યો હતો. સલમાનની આ ફિલ્મ પણ હીટ ગઈ હતી. આ બાદ બંનેએ 2019માં ફિલ્મ દબંગ-3માં સાથે કામ કર્યું હતું. એકવાર ફરી બંને રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં સાથે કામ કરતાં જોવા મળ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments