Team Chabuk-Political Desk: રાજકોટમાં આજે કૉંગ્રેસના ગ્રામ્ય બેઠકના ઉમેદવાર સુરેશ બથવારે મોટી રેલી યોજી વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન સુરેશ બથવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે જ સુરેશભાઈએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. સુરેશ બથવારે કહ્યું, ડબલ એન્જિન સરકારને ઘરે બેસાડવાનો સમય આવી ગયો છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર હોવા છતા કોઈ વિકાસના કામો નથી થયા.
કોંગ્રેસ દ્વારા રાજકોટ-71ના ઉમેદવાર તરીકે સુરેશ બથવારનુ નામ જાહેર કરવામાં આવ્યુ હતું. ગ્રામ્ય બેઠકને લઈ સુરેશ બથવારે કહ્યું, અઢી-ત્રણ દાયકાથી આ મત વિસ્તારમાં ભાજપ ચૂંટાય છે. શહેર અને ગ્રામ્ય બન્ને વિસ્તારો તેમાં આવતા હોવા છતાં આજ સુધી સરકારી સ્કુલ- હોસ્પીટલ કે ફાયરસ્ટેશન જેવી કોઈ સુવિધા આપવામાં આવી નથી. શાપર વેરાવળ સહિતની ઔદ્યોગીક વસાહતો છે અને લાખોનો ટેકસ વસુલવામાં આવતો હોવા છતાં કોઈ સુવિધા આપવામાં આવતી નથી. શાપર વેરાવળ મોટા વિસ્તાર હોવા છતાં નગરપાલિકા તરીકે અપગ્રેડ કરીને સુવિધા પુરી પાડવામાં આવતી નથી.
સુરેશ બથવારે કહ્યું, 2022માં કૉંગ્રેસ આવે છે. બેરોજગારી અને મોંઘવારી છે, 27 વર્ષથી જનતા થાકી ગઈ છે. ભષ્ટાચાર વધી ગયો છે. ડબલ એન્જિન સ્ક્રેપ થવા જઈ રહ્યો છે. નાનથી મોટા સુધી ભ્રષ્ટાચાર થાય છે. 1200 રુપિયા સુધી ગેસની બોટલ પહોંચી છે. લોકો કૉંગ્રેસને મત આપી જંગી બહુમતી સાથે જીત અપાવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
