Homeસિનેમાવાદ'રામ સેતુ' ફિલ્મ પર કોરોનાનું ગ્રહણ, અક્ષય બાદ 45 જૂનિયર આર્ટિસ્ટ કોરોના...

‘રામ સેતુ’ ફિલ્મ પર કોરોનાનું ગ્રહણ, અક્ષય બાદ 45 જૂનિયર આર્ટિસ્ટ કોરોના પોઝિટિવ

Team Chabuk-Entertainment Desk: ફિલ્મ ‘રામ સેતુ’ને કોરોનાનું ગ્રહણ નડ્યું છે. અક્ષય કુમાર બાદ રામ સેતુના સેટ પર વધુ 45 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. તમામ લોકો હાલ ક્વોરન્ટાઈન થયા છે. આટલી મોટી સંખ્યામાં સ્ટાફ કોરોના સંક્રમિત થતાં હવે ફિલ્મ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

એક ખાનગી અખબારના અહેવાલ મુજબ આજથી 100 લોકો રામ સેતુના સેટ પર કામ કરવાના હતા. પરંતુ ફિલ્મ જોઈન્ટ કરતા પહેલાં જ 45 જેટલા જૂનિયર આર્ટિસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તમામ લોકોને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ના જનરલ સેક્રેટરી અશોક દુબેએ કહ્યું કે, “રામ સેતુની ટીમ સંપૂર્ણ સાવધાની રાખી રહી છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, જૂનિયર આર્ટિસ્ટ એસોસિએશનના  45 આર્ટિસ્ટ પોઝિટિવ આવ્યા છે. તેઓ ક્વોરન્ટીન છે”

શૂટિંગ બંધ કરાયું

અક્ષય ઉપરાંત 45 જૂનિયર આર્ટિસ્ટ કોરોનાગ્રસ્ત થતાં ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ માટે બંધ કરાયું છે. આજથી ફિલ્મના શૂટિંગનો શુભારંભ થવાનો હતો. એક ખાનગી અખબારના અહેવાલ મુજબ હવે શૂટિંગ 13-14 દિવસ પછી જ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, અક્ષય કોરોના પોઝિટિવ આવ્યા પહેલાં મડ આઈલેંડમાં રામ સેતુની શૂટિંગ કરી રહ્યા હતા. અક્ષય કુમારે જ્યારે ટેસ્ટ કરાવ્યો ત્યારે તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તે એકદમ ફીટ હતો.

કોરોનાથી બચવા લાખોનો ખર્ચ

સૂત્રોનું માનીએ તો, સાવચેતીના ભાગરૂપે શૂટિંગના થોડા દિવસ પહેલાં જ સભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જેનો રિપોર્ટ પોઝિટિવ આવે તેને ટીમથી અલગ કરી ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. આ ઉપરાંત કોરોનાના લક્ષણો ધરાવતા આર્ટિસ્ટને પણ અલગ કરવામાં આવે છે. આ ઉપરાંત રામ સેતુના સેટ પર મોટી સંખ્યામાં PPE કીટ પણ જોવા મળશે. રામ સેતુના શૂટિંગના પહેલાં દિવસથી જ ટેસ્ટ અને આઈસોલેશન માટે એક લાખથી વધુનો ખર્ચ થઈ ગયો છે.

અક્ષય કુમાર અંગે સૂત્રોએ કહ્યું કે, અક્ષયે કેટલીય વાર પોતોનો ટેસ્ટ કરાવ્યો છે. સેફ્ટી પ્રોટોકોલ મુદ્દે તે બહું સતર્ક છે છતાં અક્ષય કુમાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે.

બોલિવુડ પર કોરોનાનું સંકટ

અત્યાર સુધીમાં બોલિવુડ અને ટેલિવુડના અનેક અભિનેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તાજેતરમાં જ સુપરસ્ટાર ગોવિંદા, આલિયા ભટ્ટ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હાલ બંને લોકોએ પોતાને આઈસોલેટ કર્યા છે.

અક્ષય કુમાર હોસ્પિટલમાં દાખલ

ગત દિવસોમાં રામ સેતુ ફિલ્મના મુખ્ય અભિનેતા અક્ષય કુમારે કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને અક્ષય કુમારે લખ્યું હતું કે, હું સૌને જણાવવા માગું છું કે હું કોરોના વાઇરસથી સંક્રમિત થયો છું. તમામ વાતોને ધ્યાને રાખીને હું તરત જ હોમ આઈસોલેટ થઈ ગયો છું. ઘરે જ ક્વોરન્ટાઈન થયો છું અને તમામ સાવધાની રાખી રહ્યો છું. હું સૌને અનુરોધ કરું છું કે હાલમાં મારા સંપર્ક આવેલા તરત જ ટેસ્ટ કરાવી લે. હું ઝડપથી કામ પર પરત ફરીશ. જો કે આજે અક્ષય કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અક્ષય કુમારે ટ્વિટર પર પોસ્ટ મૂકીને આ વાતની જાણકારી આપી છે. અક્ષયે લખ્યું છે કે, મારી તબિયત સારી છે પરંતુ મેડિકલ એડવાઈઝના કારણે હું હાલ હોસ્પિટલમાં દાખલ થયો છું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments