Homeતાપણુંવેક્સિન સર્ટિફિકેટમાં વડાપ્રધાનના ફોટોની જગ્યાએ મુખ્યમંત્રીનો ફોટો લગાવી દેવાતા રાજકીય બબાલ

વેક્સિન સર્ટિફિકેટમાં વડાપ્રધાનના ફોટોની જગ્યાએ મુખ્યમંત્રીનો ફોટો લગાવી દેવાતા રાજકીય બબાલ

Team Chabuk-Political Desk: જે લોકોએ વેક્સિન મૂકાવી હશે તેને એક સર્ટિફિકેટ મળ્યું હશે, અને આ સર્ટિફિકેટ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો પણ હશે. જે લોકો વેક્સિન મૂકાવે છે તેઓને જે સર્ટિફિકેટ મળે છે તે દરેક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હોય છે. ઘણી વખત સોશિયલ મીડિયામાં આ અંગે ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો છે. જે રાજ્યામાં હમણાં ચૂંટણીઓ પૂરી થઈ ત્યાં પણ ભાજપ સિવાયની ઘણી રાજકીય પાર્ટીઓએ વેક્સિન સર્ટિફિકેટ પરથી વડાપ્રધાનનો ફોટો હટાવી લેવાની માગ કરી હતી. જો કે હવે છત્તીસગઢની કોંગ્રેસની સરકારે 18 થી 45 વર્ષના લોકોને વેક્સિન આપ્યા બાદ જે સર્ટિફિકેટ આપવામાં આવે છે તેમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દીધો છે.

છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારે આ નિર્ણય લીધો છે અને હવેથી 18 થી 45 વર્ષના લોકોને વેક્સિન બાદ જે સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોના બદલે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનો ફોટોવાળું સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે.

રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ દેશથી અલગ

દેશભરમાં COWIN વેબસાઈટ અને આરોગ્ય સેતુ એપ ઉપર કોવિન મારફતે વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે ત્યારે છત્તીસગઢ સરકારે પોતાની એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશનનું નામ છે CGTEEKA. છત્તીસગઢમાં વેક્સિનેશન માટે આ એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવવું પડી રહ્યું છે. રજિસ્ટ્રેશન પછી વેક્સિન આપવામાં આવે છે અને ત્યારબાદ જે સર્ટિફિકેટ આપવામાં આવે છે તેમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનો ફોટો હોય છે.

વેક્સિનેશનમાં પણ રાજનીતિ

છત્તીસગઢ સરકારના આ નિર્ણય સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ભાજપનું કહેવું છે કે, આપત્તિમાં પણ કોંગ્રેસ પ્રચારનો કોઈ અવસર નથી છોડતી અને મુખ્યમંત્રીના ફોટોવાળું સર્ટિફિકેટ વહેંચી રહી છે. આ અંગે છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવ કહી રહ્યા છે કે, ‘મુખ્યમંત્રીનો ફોટો મૂક્યો છે એમાં ખોટું શું છે.’ ટીએસ સિંહદેવે કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર દ્વારા જે વેક્સિન મળી છે અને તે વેક્સિન જે લોકોને આપવામાં આવી રહી છે તેના સર્ટિફિકેટમાં વડાપ્રધાનનો જ ફોટો છે. પરંતુ છત્તીસગઢ રાજ્ય સરકારે જે વેક્સિન ખરીદી છે તે 18 થી 45 વર્ષના લોકોને અપાઈ રહી છે અને તેમાં મુખ્યમંત્રીનો ફોટો છે તો વાંધો શું છે ?’

સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે, ‘છત્તીસગઢમાં ખુબ જ ઝડપથી વેક્સિનેશ થઈ રહ્યું છે. ઓછી વેક્સિન મળી રહી હોવા છતાં છત્તીસગઢમાં 18 થી 45 વર્ષના લગભગ 7 લાખ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. ત્યારે સર્ટિફિકેટ પર ફોટોને લઈને વાંધો ઉઠાવવો એ ખોટી વાત છે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments