Homeસિનેમાવાદરૂહીમાં ફિલ્મનો ‘આત્મા’ મળતો નથી, હસવાનો, ડરવાનો મોકો મળતો નથી

રૂહીમાં ફિલ્મનો ‘આત્મા’ મળતો નથી, હસવાનો, ડરવાનો મોકો મળતો નથી

  • ફિલ્મ – રૂહી
  • અભિનેતા – રાજકુમાર રાવ, વરુણ શર્મા
  • અભિનેત્રી – જ્હાનવી કપૂર
  • ડાયરેક્ટર – હાર્દિક મહેતા
  • શ્રેણી – હોરર, કોમેડી

કોમરેડ જસ્મીન : રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂર અભિનીત રૂહી મુવી ઘણી નબળી છે. હિન્દી ફિલ્મોમાં હોરર કોમેડીના નામે આ મુવીમાં કશુ દર્શકોને આકર્ષે તેવું લાગ્યું નહીં. રાજકુમાર રાવની જ સ્ત્રી આ જ પ્રકારના વિષય પર બની હતી અને ઘણી લોકપ્રિય પણ સાબિત થઈ. સાથો સાથ દર્શકોને પણ ગમી. ફિલ્મ નિષ્ણાતોએ પણ સ્ત્રીને વખાણી હતી પરંતુ રૂહીમાં નથી તો દમદાર સંવાદ નથી એવા કોઈ સીન કે જે તમને થિયેટરમાં સીટી વગાડવા ઉત્સાહિત કરે. તમે કોઈ વેબ સિરીઝ જોતા હોઈ એવા પ્રકારના દ્રશ્યો તો ક્યારેક કોઈ કોમેડી સિરીયલ જેવા સંવાદો. નથી આ ફિલ્મમાં હોરરની ફિલિંગ આવતી કે નથી કોમેડી. માત્ર તેની જગ્યાએ ટ બોલતા રાજકુમારનું લોજિક પણ નથી સમજાતું. તમને શરૂઆતમાં લાગે કે આ તો તોતળો છે પરંતુ મધ્યાંતર પછી એ ખુદ સ્પષ્ટતા કરે છે કે હું તની જગ્યાએ ટ બોલું છું.

રૂહીનું અપહરણ કર્યા બાદ ફિલ્મની સ્ટોરી શરૂ થાય છે. ક્યારેક ધીમી ગતિએ તો ક્યારેક ઝડપથી આગળ વધતી કહાની તમને જકડી નહીં રાખે પરંતુ કટાળો જરૂર લાવશે.

હોરર કોન્સેપ્ટ હોવા છતાં બાળકને પણ બીક ન લાગે એ પ્રકારના દ્રશ્યો મુવીમાં છે. જો તમે આ મુવીને જબરજસ્ત હોરર સમજીને જોવા જવાનું વિચારતા હો તો આ વિચાર પર તમારે ફરી એકવાર વિચાર કરવાની જરૂર છે. ટીમ ચાબુક સાથે મેં આ મુવી થિયેટરમાં જોઈ પરંતુ સતત કંટાળાજનક જ લાગી. એકવાર તો મુવી છોડી જતુ રહેવાનું પણ મન થઈ જાય.

ન્યૂટન ફિલ્મમાં ખૂબ સારો અભિનય કરનારા રાજકુમાર પણ આ ફિલ્મમાં એ સ્ટાર રાજકુમાર લાગ્યો નહી. અન્ય અભિનેતાની સામે તેનો અભિનય ફિક્કો લાગ્યો. અભિનયની દ્રષ્ટીએ રાજકુમાર રાવ સામે વરૂણ શર્મા કેટલાક દ્રશ્યોમાં ભારે પડતો હોય તેવું લાગે છે. વરૂણની સ્માઈલ અને બોડી લેંગ્વેજ ક્યાક તમારા ચહેરા પર હાસ્ય પ્રસરાવી શકે છે.

ફિલ્મના સંવાદોની વાત કરીએ તો ખરાબ ઈંગ્લિશ ઉચ્ચારણોનો મારો કરીને હાસ્ય ઉપજાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ બહુ બધા આવા સંવાદો સાંભળીને ઓવરડોઝ થતું હોય તેવું પણ લાગે. ફિલ્મનું એક દ્રશ્ય પતે એટલે આગળનું દ્રશ્ય કયુ હશે તેની અટકળ તમે ક્યારેક લગાવી લેશો તો ક્યારેક નહીં લગાવી શકો.

ટીમ ચાબુક અને મને મુવીનો અંતિમ સીન પસંદ આવ્યો. તમે થિયેટરમાં સમય અને પૈસા બગાડીને જતા હોવ તો આ એક સીન જોઈ એવું લાગે કે કંઈક વળતર મળ્યું છે. બાકી મુવી ખૂબ નબળી છે. જોવાની ભલામણ કરી શકાય નહીં પરંતુ રજામાં ઘરે માખી મારતા હો તો એક આંટો થિયેટરમાં મારી લેવો જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments