Homeસાહિત્યવાર્તા વિશ્વ : શરદ જોશીની કટોકટી પર લખાયેલી પાંચ વ્યંગકથા

વાર્તા વિશ્વ : શરદ જોશીની કટોકટી પર લખાયેલી પાંચ વ્યંગકથા

લેખક : શરદ જોશી
અનુવાદ : Team Chabuk

ક્રમશ: પ્રગતિ

સસલાનું એક કપલ હતું. જેના પાંચ બાળકો હતા.

એક દિવસ શિયાળ જીપમાં બેસીને આવ્યું અને બોલ્યું, ‘અસામાજીક તત્વો તમને ખબર નથી સરકારે ત્રણ બાળકોનું લક્ષ્ય નિર્ધારિત કરીને રાખ્યું છે.’ અને બે બાળકો ઓછા કરીને ચાલ્યો ગયો.

થોડા દિવસ પછી શિયાળ પાછું આવ્યું અને બોલ્યું, ‘સરકારે લક્ષ્ય બદલી દીધું છે.’ અને એક બાળક ફરી ઓછું કરીને ચાલ્યો ગયો. સસલા અને સસલીએ વિચાર્યું કે જે થયું તે થયું. હવે આપણે શાંતિથી રહીશું. ને ત્યાં તો જંગલમાં ઈમર્જન્સી લાગી ગઈ.

થોડા દિવસ પછી શિયાળે સસલાના જોડાને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યું ને કહ્યું, ‘સાંભળ્યું છે કે તમે લોકો અસંતુષ્ટ છો. સરકારી નિર્ણયોથી અને ગુપ્તરૂપથી તમે લોકો ષડયંત્ર કરી રહ્યા છો.’ સસલાએ ચોખ્ખા શબ્દોમાં ના કહી અને પોતાનો મત રાખતો હતો ત્યાં શિયાળ બોલ્યું, ‘ઈમર્જન્સીના નિયમોને આધારે તમારી સ્પષ્ટતા સાંભળવામાં નહીં આવે.’

એ રાતે પોલીસ સ્ટેશનમાં સસલા સસલીનું જોડલું ઓછું થઈ ગયું.

બે બાળકો હતા. મૂર્ખ હતા. માતા-પિતાને શોધતા શોધતા પોલીસ સ્ટેશનમાં આવ્યા. શિયાળ તેમની જ રાહ જોઈ રહ્યું હતું. જો પોલીસ સ્ટેશને ન જાત તો ઈમર્જન્સી છતાં તેઓ કેટલાક દિવસ જીવિત રહી જાત.

કલા અને પ્રતિબદ્ધતા

કોયલનો કંઠ સારો હતો. સ્વરનું જ્ઞાન હતું અને સૂર રાગની થોડી ઘણી સમજ પડતી હતી. તેણે નક્કી કર્યું કે તે સંગીતમાં પોતાની કારકિર્દી બનાવશે. સ્પષ્ટ છે કે તેણે શરૂઆત આકાશવાણીથી કરી હોય.

કોયલે એપ્લાય (આવેદન) કર્યું. બીજા જ દિવસે તેને ઓડિશન માટે બોલાવવામાં આવી. એ ઈમર્જન્સીના દિવસો હતા અને સરકારી કામકાજ કંઈક વધારે જ ઝડપ પકડી ચૂક્યા હતા.

કોયલ આકાશવાણીમાં પહોંચી. સ્વર પરીક્ષા માટે ત્યાં ત્રણ ગિદ્ધ બેઠા હતા, ‘શું ગાઉં ?’ કોયલે પૂછ્યું.

ગિદ્ધ હસ્યા અને બોલ્યા, ‘આ પણ કંઈ પૂછવાની વાત છે. વીસ સૂત્રી કાર્યક્રમ પર લોકગીત સંભળાવ. અમને બસ એ જ સાંભળવાનો અને સંભળાવવાનો આદેશ છે.’

‘વીસ સૂત્રી કાર્યક્રમ પર લોકગીત? એ તો મને નથી આવડતું. તમે કોઈ ભજન કે ગઝલ સાંભળી શકો છો.’ કોયલે જવાબ આપ્યો.

ગિદ્ધ ફરી હસવા લાગ્યા, ‘ગઝલ કે ભજન ? વીસ સુત્રી કાર્યક્રમ પર હોય તો ચોક્કસથી સંભળાવ.’

‘વીસ સુત્રી કાર્યક્રમ પર તો નથી.’ કોયલે કહ્યું.

‘તો માફી આપો કોકિલાજી. અમારી પાસે તમારા માટે કોઈ જગ્યા નથી.’ ગિદ્ધોએ કહ્યું.

કોયલ પાછી ચાલી આવી. પરત આવતા તેણે જોયું તો સંગીત રૂમમાં કાગડાઓનો સમૂહ વીસ સુત્રી કાર્યક્રમ કોરસ પર રેકોર્ડ કરાવી રહ્યું હતું.

કોયલે પછી સંગીતમાં કારકિર્દી બનાવવાનો વિચાર ત્યાગી દીધો અને પરણીને સાસરે ચાલી ગઈ.

બુદ્ધિજીવી

શિયાળ ઝાડની નીચે પહોંચ્યું. તેણે જોયું ઉપરની ડાળ પર એક કાગડો બેઠો છે. જેણે મોઢામાં રોટલી દાબેલી છે. શિયાળે વિચાર્યું કે કાગડો જો ભૂલથી મોઢું ખોલી નાખે તો રોટલી નીચે પડી જાય. નીચે પડી જાય તો હું ખાઈ લઉં.

શિયાળે કાગડાને કહ્યું, ‘ભાઈ કાગડા. તું તો મુક્ત પ્રાણી છો. તારી બુદ્ધિ, વાણી અને તર્કનું લોઢું બધા માને છે. માર્ક્સવાદ પર તારી પકડ પણ ઊંડી છે. વર્તમાન પરિસ્થિતિમાં એક બુદ્ધિજીવી પર તારા વિચાર જાણીને મને ખૂબ જ પ્રસન્નતા થઈ આવી. ઉપરથી તું ઊંચાઈ પર બેઠો છો. ભાષણ આપીને અમને માર્ગદર્શન આપવું તને શોભા આપશે. બોલ… મોઢું ખોલ કાગડા.’

ઈમર્જન્સીનો કાળ હતો. કાગડાઓ ખૂબ હોશિયાર થઈ ગયા હતા. ચાંચમાંથી રોટલી કાઢી પગમાં દબાવી ધીમેથી કાગડાએ કહ્યું, ‘શિયાળબેન. શાસને અમને બુદ્ધિજીવીઓને આ રોટલી એ શર્ત પર આપેલી છે કે તેને મોઢામાં રાખી અમે અમારી ચાંચ બંધ રાખીએ. હું આજકાલ વધારે પડતો જ પ્રતિબદ્ધ થઈ ગયો છું. હું સ્વતંત્ર છું. આ સત્ય છે અને આશ્ચર્યમાં ન પડતા કે સમય આવ્યે હું બોલું પણ.’

આટલું કહી કાગડાએ ફરી રોટલી મોઢામાં દબાવી લીધી.

લક્ષ્યની સુરક્ષા

એક કાચબો હતો. એક સસલું. જેવી રીતે બધા જાણે છે. સસલાએ કાચબાને સંસદમાં રાજનીતિક મંચ અને પ્રેસના નિવેદનો પર પડકાર ફેંક્યો, ‘જો આગળ વધવાનો એટલો જ દમ છે તો અમારી પહેલા લક્ષ્ય પર પહોંચીને દેખાડ.’ દોડની શરૂઆત થઈ. સસલું દોડ્યું. કાચબો ચાલ્યો. ધીમે ધીમે ચાલ્યો.

જેવી રીતે બધા જાણે છે કે સસલું એક વૃક્ષની નીચે આરામ કરવા લાગ્યું. તેણે સંવાદદાતાઓને બતાવ્યું કે, એ રાષ્ટ્રની સમસ્યાઓ પર ગંભીર ચિંતન કરી રહ્યો છે, કારણ કે તેને લક્ષ્ય સુધી પહોંચવાનું છે. આટલું કહી એ ઊંઘી ગયું. કાચબો લક્ષ્ય સુધી ધીમે ધીમે પહોંચવા લાગ્યો.

સસલો ઊંઘીને ઉઠ્યો. તેણે જોયું કાચબો આગળ વધી ગયો છે અને તેના હારવાના-બદનામ થવાના વધારે ચાન્સિસ છે. સસલાએ તુરંત ઈમર્જન્સી ઘોષિત કરી દીધી. તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘પ્રતિગામી અને રૂઢીવાદી તાકતો આગળ વધી રહી છે. જેનાથી દેશને બચાવવું જરૂરી છે.’ અને લક્ષ્ય સુધી પહોંચતા પહેલા જ કાચબાને પકડીને જેલમાં નાખી દેવામાં આવ્યો.

સિંહની ગુફામાં ન્યાય

જંગલમાં એક સિંહનો ઉત્પાત ખૂબ જ વધી ગયો હતો. જીવન અસુરક્ષિત હતું અને અગણિત મૃત્યુ થઈ રહ્યા હતા. સિંહ ગમે ત્યારે ગમે તેની ઉપર હુમલો કરી દેતો હતો. જેનાથી ચિંતિત થઈને બધા પશુઓ એકઠા થઈ વનરાજને મળવા માટે ગયા. સિંહ પોતાની ગુફામાંથી બહાર નીકળ્યો, ‘બોલો શું વાત છે?’

એ બધાએ પોતપોતાની સમસ્યા કહી અને સિંહના અત્યાચારો વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો.

સિંહે પોતાના ભાષણમાં કહ્યું, ‘તંત્રની નજરમાં જે પગલાં ભરવા મને જરૂરી લાગે છે એ અમે ઉઠાવીશું. તમે એ લોકોની વાતમાં ન આવો જે અમારી વિરૂદ્ધમાં અવાજ ઉઠાવી રહ્યા છે. અફવાઓથી સાવધાન રહો, કારણ કે જાનવરોની મોતના સાચા આંકડા અમારી પાસે છે. તેને કોઈ પણ જાનવર અંદર આવીને જોઈ શકે છે. છતાં કોઈ એવો કેસ હોય તો તમે અદાલતમાં જઈ શકો છો અને પોતાની વાત રાખી શકો છો.’

તમામ કેસ સિંહની વિરૂદ્ધમાં હતા અને સિંહ સામે જ ફરિયાદ કરવી એ યોગ્ય નહોતું એટલે જાનવરોએ કોર્ટનો દરવાજો ખટખટાવવાનું નક્કી કર્યું.

જાનવરોએ પોતાના આ નિર્ણયની ખબર શિયાળ દ્વારા સિંહ સુધી પહોંચાડી. એ રાતે સિંહે કોર્ટનો જ શિકાર કરી લીધો. ન્યાયના આસનને પોતાના પંજાના બળે ખેંચીને ગુફામાં લાવ્યો.

સિંહે પોતાની નવી ઘોષણામાં કહ્યું, ‘જંગલના પશુઓની સુવિધા માટે, શિયાળ મંડળીના નિર્ણયોને ધ્યાનમાં રાખતા અમે અદાલતને સચિવાલય સાથે જોડી દીધી છે. જેથી ન્યાયની ગતિમાં વધારો થાય અને ઢીલાશ પણ પૂર્ણ થાય. આજથી તમામ મુકદમાઓની સુનાવણી અને નિર્ણયો મારી ગુફામાં થશે.’

ઈમર્જન્સીના સમયે જે પશુ ન્યાયની શોધમાં સિંહની ગુફામાં ગયો તેનો અંતિમ નિર્ણય કેટલી ઝડપથી થયો તે તમે સૌ જાણો છો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments