Team Chabuk-Cinema Desk: બોલિવુડ અભિનેતા સલમાન ખાનને તેના જન્મદિવસના એક દિવસ પૂર્વે સાપ કરડ્યો. જોકે સલમાન ખાનને કરડનારો સર્પ ઝેરી નહોતો. સલમાન ખાન હોસ્પિટલમાં ભરતી થયા બાદ છ કલાકમાં ડિસ્ચાર્જ થઈ ગયો હતો. અભિનેતા હવે સંપૂર્ણ સ્વસ્થ હોવાની ખબર મળી છે. બોલિવુડ બાદ હવે હોલિવુડમાં પણ સાપ કરડ્યાના સમાચાર સામે આવ્યા છે. ગાયિકા મેટાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક શૂટ દરમ્યાન તેની છાતી પર રહેલો સાંપ તેને કરડે છે.
never again pic.twitter.com/Mx85NsvZVi
— Maeta (@Maetasworld) December 19, 2021
હાલમાં જ ગાયિકાએ એક ફોટોશૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેના કેપ્શનમાં સિંગરે લખ્યું હતું કે, ‘હવે પછી ક્યારેય નહીં.’ મેટાએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કર્યો છે. શૂટ માટે તે સાપની સાથે પોઝ આપી રહી હોય છે. એવામાં કાળા રંગનો સાપ તેની દાઢી પર કરડી જાય છે. સાપ કરડતા ગાયિકા ડરી જાય છે અને તુરંત ઊભી થઈ જાય છે.
વીડિયો માટે સિંગર જમીન પર સૂતી હતી. તેની ઉપર કેટલાક સાપ રાખવામાં આવ્યા હતા. કાળા રંગની લેસવાળો ડ્રેસ પહેર્યો હતો. તેના પર પહેલા સફેદ રંગનો સાપ રાખવામાં આવે છે. એ પહેલા તેના પર રાખેલો કાળા રંગનો સાપ તેના ગળા સુધી પહોંચી જાય છે અને તેને હડપીચી પર બટકો ભરી લે છે. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘જુઓ વીડિયો બનાવતા કેવી રીતે પસાર થવું પડે છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત