Homeવિશેષપ્રવાસીઓને કલ્પના કરતાં વધુ આનંદ આપી રહ્યું છે શિમલા-મનાલી

પ્રવાસીઓને કલ્પના કરતાં વધુ આનંદ આપી રહ્યું છે શિમલા-મનાલી

Team chabuk Ghumeshwar Desk: શિયાળો ચાલી રહ્યો છે, કોરોનામાંથી ધીમે ધીમે કળ વળતા પ્રવાસન ઉદ્યોગ પણ ધમધમવા લાગ્યો છે. ગુલાબી ઠંડીમાં લોકો પહાડી પ્રદેશ હિમાચલ પ્રદેશમાં જવાનું પસંદ કરતાં હોય છે. એમાંય શિમલા અને મનાલીની વાત આવે એટલે નજર સામે સફેદ ચાદરમાં ઢંકાયેલું દ્રશ્ય ઉપસી આવે. શિમલા અને મનાલીમાં ફરવા માટેનો આ બેસ્ટ સમય છે. હાલ બરફની ચાદર ઓઢીને શિમલા અને મનાલી પ્રવાસીઓને જન્નતનો અનુભવ કરાવી રહ્યું છે. શિમલા અને મનાલીનો અનુભવ કરવા તો તમારે પણ ત્યાં રૂબરૂ જવું પડે. પરંતુ અહીં અમે તમને તસવીરોમાં શિમલા અને મનાલીનો માહોલ બતાવીશું. કેમ કે શબ્દોમાં આ માહોલને ઢાળવો અઘરો છે.

મનાલીનું આ દ્રશ્ય છે. ઉંચા ઉંચા પહાડો પરની વનરાજી પણ બરફ નીંચે ઢંકાઈ ગઈ છે. બરફના પહાડો બની ગયા છે. પહાડોમાં ટ્રેકિંગ માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અત્યારે આવી રહ્યા છે. ટ્રેકિંગ સમયે બરફ હોય તો જ પ્રવાસીઓને મજા પડતી હોય છે. તેથી હાલ ટ્રેકિંગ માટે આવતા પ્રવાસીઓ ખૂબ મજા લૂંટી રહ્યા છે.

પહાડો પર તો બરફ જ બરફ છે, પરંતુ હોટેલો પણ બરફથી ઢંકાઈ ગઈ છે. ઉપરનું દ્રશ્ય મનાલીની એક હોટેલના પ્રાગંણનું છે. જ્યાં દ્રશ્યમાન થઈ રહ્યું છે કે, હોટેલના પ્રાંગણમાં બરફના થર જામી ગયા છે. ડાયનિંગ ટેબલ અને ખુરશીઓ પણ બરફથી ઢંંકાઈ ગઈ છે.

ઉપરની તસવીર હિમાચલ પ્રદેશના શિમલાની છે, ચાબુકને આ તસવીર એક ફેસબુક પોસ્ટમાંથી મળી છે. ગઈકાલે જ પોસ્ટ કરાયેલી આ તસવીરની સાથે લખવામાં આવ્યું હતું કે, ‘Unexpected snow and unexpected joy’, પ્રવાસીઓને કલ્પના પણ ન હોય તેવા દ્રશ્યો શિમલામાં જોવા મળી રહ્યા છે.

વાહનો પણ બરફની નીચે ઢંકાઈ ગયા છે. ઉપરની તસ્વીર મનાલીની છે. તસવીરમાં બે પ્રવાસી કાર પર રહેલા બરફથી ગમ્મત કરી રહ્યા છે. પ્રવાસીઓના પહેરવેશ પરથી લાગી રહ્યું છે કે તેઓ દક્ષિણ ભારતની ગરમીથી કંટાળીને પહાડોના આ ઠંડા પ્રદેશમાં ચીલ થવા આવ્યા છે.

સમાચાર એજન્સી ANIએ પણ ગઈકાલે ટ્વિટર પર શિમલાની કેટલીક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા. જેમાં દેખાઈ રહ્યું છે કે, રાત્રિના સમયે પણ પ્રવાસીઓ શહેરના માહોલને માણવા નીકળી પડ્યા છે. શિમલાનો નાઈટ વ્યુ ખરેખર જન્નત સમાન લાગી રહ્યો છે.

શિમલા અને મનાલીમાં જાન્યુઆરી થી માર્ચ સુધી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. ખાસ કરીને જાન્યુઆરી થી માર્ચ સુધી લગ્નની સિઝન હોવાથી હનીમુુન માટે સિમલા અને મનાલી યુવાનોની અગ્રિમ પસંદગી હોવાથી આકર્ષણ વધુ રહેતું હોય છે. શિમલા અને મનાલી ઉપરાંત હિમાચલ પ્રદેશમાં કુફરી, મણિકરણ, રોહતાંગ પાસ, સોલાંગ વેલી, ધર્માશાલા, ડેલહાઉસી વગેરે મનમોહક સ્થળો આવેલા છે. ટ્રેકિંગ ઉપરાંત, રિવર રાફ્ટિંગ, રિવર ક્રોસિંગ, સ્નો સ્કેટિંગ, સ્કાઈ ડાયવિંગ, આઈસ સ્કેટિંગ, ઘોડે સવારી જેવી પ્રવૃત્તિઓની પણ પ્રવાસીઓ મન ભરીને મોજ માણતા હોય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments