Team Chabuk-Political Desk: પંજાબના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ અમરિન્દર સિંહે એ ઘટના જણાવી હતી જ્યારે સોનિયા ગાંધીએ તેમની માફી માગી હતી. રાજ્યપાલને રાજીનામું સોંપ્યા બાદ અમરિન્દર સિંહે પંજાબ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પર પણ શાબ્દિક હુમલો કર્યો હતો. મીડિયા સાથેની વાતચીત દરમ્યાન અમરિન્દરે દાવો કરતા કહ્યું કે, સોનિયા ગાંધીને રાજીનામું આપવાનો હોવાની વાત જણાવી ત્યારે તેમણે આઈ એમ સોરી અમરિન્દર જવાબ આપ્યો હતો. કેપ્ટને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ મેં સોનિયા ગાંધીની સાથે વાત કરી હતી.
પંજાબના કાર્યવાહક મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સોનિયા ગાંધીએ મને સવારે ફોન કર્યો હતો. હું એ સમયે ત્યાં નહોતો. જ્યારે હું પરત આવ્યો અને ફોન જોયો તો તેમાં એક મિસ કોલ્ડ હતો. મેં સોનિયા ગાંધીને સામે ફોન કર્યો. ફોન ઉપાડતા મેં પૂછ્યું, ‘જી મેમ સીએલપીનું શું ચાલી રહ્યું છે? હું રાજીનામું આપી દઈશ. મને લાગે છે રાજીનામું આપી દેવું જોઈએ.’
અમરિન્દરે કહ્યું, ‘તેના જવાબમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, બરાબર છે આપી શકો છો.’
મેં કહ્યું, ‘ઠીક છે હું રાજીનામું આપી દઉં છું.’
પૂર્વ સીએમએ દાવો કરતા કહ્યું છે કે, બાદમાં સોનિયા ગાંધીએ સોરી અમરિન્દર કહ્યું હતું. જવાબમાં અમરિન્દરે કહ્યું, ‘ધેટ્સ ફાઈન, ઓકે.’
બીજી બાજુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા ધારાસભ્ય દળના નેતા પદ પર સિદ્ધુ સિવાય કોંગ્રેસના પંજાબના પૂર્વ અધ્યક્ષ સુનીલ ધનખડ, પૂર્વ મંત્રી સુખજિંદર સિંહ રંધાવા, તૃપ્ત રાજિન્દર સિંહ બાજવા અને રાજ્યસભાના સભ્ય પ્રતાપ સિંહ બાજવાના નામની ચર્ચા થઈ રહી છે. આ નામ સિવાય પૂર્વે કેન્દ્રિય મંત્રી અમ્બિકા સોની, બ્રહ્મ મોહિન્દ્રા, વિજય ઈન્દર સિંગલા, પંજાબ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કુલજીત સિંહ નાગરા વગેરેના નામની ચર્ચા થઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત