Team Chabuk-Special Desk: 1844માં ઓદ્યોગિક ક્રાંતિ થઈ. સ્ટીમ એન્જિન શોધાયું. અને આવું ઘણું ઘણું થતું આવ્યું. ઔદ્યોગિક ક્રાંતિ વિશે ભણ્યું હશે, ભણ્યું નહિ હોય તો ભણવામાં આવશે અને આર્ટ્સ વિષય નહીં રાખો તો પણ સ્પર્ધાત્મક પરીક્ષા દેવાની આવશે તો આ વિષય ક્યાંક આડો આવી જ જશે.
પણ ઔદ્યોગિક્ર ક્રાંતિનું રટણ કરી કરી ને આપણે વિસરી જઈએ છીએ કે મૉર્ડન ડેમાં કઈ કઈ ક્રાંતિઓ થઈ. ટેક્નોલોજીની ક્રાંતિઓ માણસનું જીવન સરળ બનાવવા માટે થતી હોય છે. 1844માં થયેલી ઓદ્યોગિક ક્રાંતિએ મનુષ્યનું જીવન સરળ બનાવ્યું હતું પણ તેમાં માનવીને ફાયદો હતો. ફાયદો તો અત્યારે પણ છે, જોકે એમાં ગેરફાયદાના ઝેરીલા બીજ પણ છે. એ આરંભમાં અસર નથી કરતાં. ધીમે ધીમે માણસને ખાતા જાય છે. અને માણસ ક્યારે ટેક્નોરોગી બની જાય છે, તેની તેને જ ખબર નથી હોતી.
આધુનિક ક્રાંતિનો સમયગાળો 2000 પછીનો ગણી શકીએ. ગૂગલ કરશો તો કેટલીય તારીખો મળી જશે, પરંતુ 1990 બાદ તો હરણફાળ આવી. 2000માં એને થોડો વેગ મળ્યો. 2004-05 આવતાં આવતાં તો અજગરે ભરડો લીધો. વર્ષ 2010 આવતા સુધીમાં આપણે બધા તેની ચુંગાલમાં આવી ગયા હતા. બધું કામ તેના દ્વારા જ થતું હતું. ઇમેલ આવ્યું. ઇમેલની શોધ તો ઘણા વર્ષો પહેલા થઈ હતી. અમેરિકનો તેનો વપરાશ કરતા હતા. પરન્તુ રહેતા રહેતા સમગ્ર વિશ્વ તેની ચુંગાલમાં આવી ગયું. અત્યારે કોઈ એવી વ્યક્તિ નહીં હોય જેનું ઇમેલ આઈડી નહીં હોય. મોબાઇલ આખેઆખા ઇમેલના કારણે ઓપરેટ થાય છે.
આપણે ત્યાં ટેલિફોનનો યુગ આવ્યો અને આવ્યો એવો જ ગયો. સીઆઈડી સિરીયલ તો બધાએ જોઈ જ હશે. એમાં કેટલીક વખત હથેળી જેવડા મોબાઈલ લઈ વાત કરતાં કલાકારોને પહેલી વખત જોયા હતા. મોંઘી જણસ લાગતી હતી. આપણા ઘરમાં નોકિયા ઘુસી ગયું. 1108 મોબાઈલ. જેમાં સ્નેક ગેમ આવતી હતી!
નોકિયા પછી ચાઈનાના હડિંગદસ્તા જેવડા મોબાઈલો આવ્યા. સેમસંગે એકહથ્થુ શાસન બનાવ્યું. એણે જ કોરબી નામનો મોબાઈલ બનાવ્યો. જે માર્કેટમાં ઝાઝો વખત ચાલ્યો નહીં. કેમ કે એ સમયે ટચસ્ક્રિનના મોબાઇલો બનાવી કંપનીઓ આગળ આવી રહી હતી. જો સેમસંગ પોતાના અત્યાધુનિક કોરબીએ જ અટકી જાત તો કંઈ ન થાત. અને પછી તો જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં મોબાઈલ અને નીચી મુંડી. મોબાઈલના કારણે કેલક્યુલેટર, એલાર્મ, રેડિયો, ટેપ, ટીવી, સહિતની કેટલીય વસ્તુઓ ઇતિહાસ બનીને રહી ગઈ. ઓદ્યોગિક ક્રાંતિના ઇતિહાસનો એક જ આવિષ્કારે ભૂંહણીયો બોલાવી દીધો.

થોડા વર્ષોથી ઓનલાઇન ટ્રાન્જેક્શન પોતાના ચરમ પર છે. હવે મોટા શહેરોમાં કોઈ પૈસાની ભાગ્યે જ રોકડથી લેવડદેવડ કરે છે. ટેક્નોલોજીની દૃષ્ટીએ આ સૌથી મોટી ક્રાંતિ થઈ. એક જ ઝાટકે બધું પે થઈ જાય. એમાં શું જોઈએ? મોબાઈલ! મોબાઈલના કારણે બેન્કોમાં જવાનું ઓછું થવા લાગ્યું છે. એટીએમે પણ નોટબંધી પછી ભાગ્યે જ ભીડ જોવા મળે છે. અને સૌથી ટોપ પર છે સોશિયલ મીડિયા. જેનું વળગણ નહીં પણ વ્યસન થઈ ગયું છે. સવારમાં ઉઠી પહેલા કોનો મેસેજ આવ્યો એ ચેક કરવામાં આવે છે. ઓરકુટ હતું. પણ બધા પાસે નહોતું. ફેસબુકે બધાને ઘેલુ ચડાવ્યું. ટ્વીટર આવ્યું. ટ્વીટર વેચાયું. નવો લોગો આવ્યો. ચકલી ઉડી ગઈ. X બની ગયું. ફેસબુકે ચારે તરફથી પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું. કંપનીને મેટા નામ આપ્યું. ઇન્સ્ટાએ યુવાનોને પોતાની તરફ ખેંચી લીધા. ટીકટોકે ગાંડા કર્યાં. અને આજે પણ નવી નવી સોશિયલ મીડિયા એપ્સ બનતી રહે છે. AIથી લેખો લખાતા થઈ ગયા છે! ભવિષ્યમાં માત્ર ટેક્નોલોજી પર આધારિત જ નોકરીઓ રહેશે એ કહેવામાં આજે તો જરાય અત્યુક્તિ લાગતી નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત