Homeવિશેષએ.સી.માંથી અચાનક પડવા લાગતા પાણી પાછળ હોઈ શકે છે આ કારણો જવાબદાર,...

એ.સી.માંથી અચાનક પડવા લાગતા પાણી પાછળ હોઈ શકે છે આ કારણો જવાબદાર, શારીરિક સમસ્યા પણ થઈ શકે છે

Team Chabuk-Special Desk: એ.સી. હવા આપે છે, પણ એ સિવાય પાણી પણ આપે છે. ના, પીવાનું પાણી નહીં. જેમના ઘરે એ.સી. છે તેમને ખ્યાલ જ હશે કે કયા પાણીની વાત કરી રહ્યા છે. કોઈ વખત એવું બને છે કે એ.સી.માંથી પાણીની જગ્યાએ જ્યારે નાયેગ્રા ધોધ વરસી રહ્યો હોય! જે લોકો એપાર્ટમેન્ટમાં રહે છે અને જેમના ઘરે એ.સી. નથી તેઓ બીજાના ઘરમાંથી ટપકતાં પાણીને પોતાના ફ્લેટમાં ઝીલતા હોય છે. આ રીતે એમને પણ ખ્યાલ આવી જાય છે કે વહેતુ પાણી એ.સી.નું છે. આવું શું કામ થાય છે તેનું કારણ જાણવાની તસ્દી લીધી છે?

એર ફિલ્ટરની ગંદકીના કારણે પાણી તુરંત ગંદુ થઈ જાય છે. ગંદુ ફિલ્ટર હવાના પ્રમાણને બ્લૉક કરી નાખે છે અને હવા માટે ઇવેપોરેટરનું કોઈની સાથે અથડાવું આકરું પડી જાય છે. આવું થાય ત્યારે કોઈલ ઠંડી પડી જશે. એક સમય એવો આવશે કે કોઈલ ઓગળી જશે અને તેના જ કારણે વધારે પ્રમાણમાં પાણીનું સર્જન થશે અને તેને રોકવું મુશ્કેલ થઈ જશે. આ પ્રકારની પ્રક્રિયાના કારણે એ.સીની સાથે લીકેજ જનરેટ થાય છે. તેને અટકાવવા માટે સૌ પ્રથમ ફિલ્ટરને ચેક કરવું પડશે. જો ફિલ્ટર ગંદુ હોય તો તેને બદલવું પડશે.

જો નવુંનક્કોર એ.સી ખરીદવામાં આવ્યું છે અને તેમ છતાં એ.સીના પાઈપમાંથી પાણીનો પ્રવાહ સતત ટપકી રહ્યો છે તો સૌ પહેલા એ તપાસવું જરૂરી બની જાય છે, કે ક્યાંક ખોટું ઇન્સ્ટોલેશન તો નથી કરાવ્યુંને. જો આવું થતું હોય તો એ.સીના તજજ્ઞની મદદ લો.

જો પાણીના લીકેજની સાથે જ ગરમ હવા પણ નીકળવા માંડે ત્યારે સમજવું કે તેમાં રેફ્રિજરેટર ખલનાયક તરીકેની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. રેફ્રિજરેટર ઓરડાની ગરમ હવાને ઠંડી કરવાનાં કામમાં આવે છે. આવું થાય ત્યારે તજજ્ઞની મદદ લો કારણ કે સતત પાણીનું ટપકવું એ શારીરિક સમસ્યા પણ ઊભી કરી શકે છે.

AC

લીકેજની સર્વસામાન્ય સમસ્યા ડ્રેનેજનું જામ થઈ જવું છે. ધૂળ, ગંદકી અથવા તો ફંગસના કારણે પાણીનો પ્રવાહ અટકી જાય છે. એવામાં પાણી નીકળવા માટે અલગ અલગ જગ્યાઓ શોધે છે. જે કારણે પાણીને જ્યાં જગ્યા મળે છે ત્યાંથી લીક થવા લાગે. જો આ લીક લાંબા સમયથી થઈ રહ્યું હોય તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે.

લાંબા સમય સુધી એક ને એક જ પાઇપનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એ.સી. પાઇપનો કોટ તૂટી શકે છે. જેથી લીકેજ થવાનો ભય વધી જાય છે. જો આવું થાય ત્યારે પાઇપ માટે નવું કવર ખરીદી લેવું જરૂરી છે. જો નવું કવર ખરીદવા છતાં પાણી ટપકવાની સમસ્યામાંથી છૂટકારો નથી મળતો તો એ.સી.ના વિદ્વાનને જ બોલાવવો રહ્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments