Team Chabuk-National Desk : દેશમાં પેટ્રોલ અને ડિઝલનાં ભાવ વધારાને કારણે જનતા ચિંતિત છે, પણ ઉત્તર પ્રદેશમાં એક અલગ કારણોસર રાજ્યપાલ આનંદીબહેન પટેલ ચર્ચામાં આવી ગયા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાના બજેટ સત્રની આજથી શરૂઆત થઈ ગઈ છે. મોટી ખબર એ છે કે રાજ્યપાલ અભિભાષણમાં મોડા પહોંચ્યા. તેમના લેટ આવવાનાં કારણે હવે વિપક્ષની પાર્ટીઓ આ વાતને મુદ્દો બનાવી દીધો અને ભરપૂર નારેબાજી કરી હતી.
અભિભાષણ તો અગિયાર વાગ્યે શરૂ થવાનું હતું પણ મોડું થઈ ગયું. 11-05 વાગ્યે રાષ્ટ્રગાન અને 11-07ના સમયે અભિભાષણ શરૂ થયું. કોંગ્રેસે રાજ્યપાલના અભિભાષણનો વિરોધ નોંધાવ્યો. પાર્ટી કહી રહી છે કે ઈતિહાસમાં પ્રથમ વખત રાજ્યપાલનું અભિભાષણ મોડું શરૂ થયું છે. સરકાર પોતાના દરેક નિર્ણય પરની ગંભીરતા ગુમાવી ચૂકી છે. કોંગ્રેસ પછી બસપા અને સપાએ પણ રાજ્યપાલના અભિભાષણનો વિરોધ કર્યો.
જોરદાર હંગામો
કોંગ્રેસ વિધાનમંડળ દળના નેતા આરાધના મિશ્રાએ કહ્યું, વિચાર્યું હતું કે રાજ્યપાલ અભિભાષણની શરૂઆતમાં 200 શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ પાઠવશે. પણ આ સરકારો તો સંવેદનહીન છે. ઉન્નાવમાં દીકરીઓની સાથે દર્દનાક ઘટના બની છે.
રાજ્યપાલનું અભિભાષણ મોડું શરૂ થતાની સાથે જ વિપક્ષ દ્વારા જોરદાર નારેબાજી કરવામાં આવી હતી. રાજ્યપાલે બજેટ સત્ર દરમિયાન સરકારની ઉપલબ્ધિઓ વિશે ચર્ચા કરી હતી. તેમણે કોરોના કાળમાં સરકારના કામની સરાહનીયતા કરી હતી. તેમણે સદનના દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
શેરડી સાથે લખનઉમાં
રાજ્યપાલ આનંદીબહેન પટેલ સિવાય સમાજવાદી પાર્ટીના કાર્યકરોની પ્રતીકાત્મકતાના કારણે પણ ઉત્તર પ્રદેશ વિધાનસભાનું પ્રથમ દિવસનું સત્ર ગાજ્યું હતું. લખનઉમાં વિધાનસભાની બહાર ટ્રેક્ટરમાં શેરડીના સાઠા લઈને પહોંચેલા નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. સમાજવાદી પાર્ટીના નેતાઓ ટ્રેક્ટરમાં શેરડી લાવીને ખેડૂત આંદોલનને સમર્થન આપવા પહોંચ્યા હતા. જોકે વિરોધ નોંધવે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવતા તેમના પ્રતીકાત્મક આંદોલન પર પડદો પડી ગયો હતો.
અખિલેશ યાદવના પ્રહાર
સમાજવાદી પાર્ટીના નેતાની ધરપકડ પર પાર્ટી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર અને યોગી સરકારને આડે હાથ લીધી હતી. તેમણે બંને પર નિશાનો સાધતા કહ્યું હતું કે, કેન્દ્ર અને યુપીની સરકાર ખેડૂતોના પ્રતીકથી ડરેલી છે.
અખિલેશ યાદવે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ‘ભલે કેન્દ્રની ‘ખીલ્લી ઠોકો’ ભાજપની સરકાર હોય, કે ઉત્તર પ્રદેશની ‘ઠોકો’ સરકાર હોય. એ ખેડૂત આંદોલનની સાથે ઊભેલા જન સમર્થનથી ડરીને ખેડૂતોના પ્રતીકથી ભયભીત છે. આ માટે જ ઉત્તર પ્રદેશ વિધાનસભા સત્રમાં ટ્રેક્ટરથી વિધાનસભા જઈ રહેલા સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. નિંદનીય!’
चाहे केंद्र की ‘कील ठोको’ भाजपा सरकार हो या उप्र की ‘ठोको’ भाजपा सरकार, ये किसान आंदोलन के साथ खड़े जन-समर्थन से डरकर किसानों के प्रतीक तक से भयभीत हैं, इसीलिए उप्र विधानसभा सत्र में ‘ट्रैक्टर’ से विधानसभा जा रहे सपा के विधायक-कार्यकर्ताओं की गिरफ़्तारी की गयी है।
— Akhilesh Yadav (@yadavakhilesh) February 18, 2021
निंदनीय! pic.twitter.com/vLTgVUAE1s
રાજ્યપાલના અભિભાષણ અને પ્રચંડ વિરોધથી શરૂ થયેલ ઉત્તર પ્રદેશનું બજેટ સત્ર 10 માર્ચ સુધી ચાલશે. નાણામંત્રી સુરેશ ખન્ના 22મી ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. હાલની યોગી સરકારનું આ અંતિમ બજેટ હશે. જે પછી ઉત્તર પ્રદેશમાં સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં ચૂંટણી થશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર ઘણા મુદ્દાઓનાં કારણે ચર્ચામાં રહેવાનું છે. જેમાં આ વખતે વિપક્ષ પાસે મુદ્દાઓની ભરમાર છે. ત્યારે જોઈએ સરકારનું અંતિમ બજેટ સત્ર લઘુમતીમાં રહેલા વિપક્ષનાં ખાતામાં જાય છે કે બહુમતીમાં રહેલી યોગી સરકારનાં ખાતામાં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત