Homeતાપણુંઉત્તર પ્રદેશ: આઠ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સતીશ મહાનાને વિધાનસભા અધ્યક્ષની જવાબદારી...

ઉત્તર પ્રદેશ: આઠ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સતીશ મહાનાને વિધાનસભા અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી

Team Chabuk- Political Desk: ભાજપના કદાવર નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી સતીશ મહાનાની નિર્વિરોધ વિધાનસભા અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેની ઔપચારિક ઘોષણા આજ રોજ મંગળવારના થશે. મહાના વિધાનસભા અધ્યક્ષનું પદ સંભાળનારા કાનપુરના બીજા નેતા હશે. આ પૂર્વે વર્ષ 1990-91માં મુલાયમ સિંહ યાદવની સરકારમાં કાનપુરના હરિકિશન શ્રીવાસ્તવ વિધાનસભા અધ્યક્ષ હતા.

સતીશ મહાના સતત આઠમી વખત વિધાનસભા ચૂંટણી જીત્યા છે. ભાજપની છેલ્લી કેટલીય સરકારોમાં તેઓ મંત્રી પદ પર રહી ચૂક્યા છે. આ વખતે પ્રથમ વખત તેઓ અલગ ભૂમિકામાં હશે. યોગીની પ્રથમ સરકારમાં જનપદ ઉન્નાવસના હ્રદયનારાયણ દીક્ષિત વિધાનસભા અધ્યક્ષ હતા. આ વખતે આ ગૌરવ કાનપુરને મળ્યું છે.

વિધાનસભા ચૂંટણીનું પરિણામ સામે આવ્યા બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે આ વખતે સતીશ મહાનાને પક્ષ મોટી જવાબદારી સોંપી શકે છે. જોકે તેઓ વિધાનસભા અધ્યક્ષના પદ પર હશે તેવું ગણિત કોઈએ માંડ્યું નહોતું. સ્પષ્ટ છબી અને સૌને સાથે લઈ ચાલવાની યોગ્યતાના કારણે મહાનાના હાથમાં સદનનું નેતૃત્વ આવ્યું છે.

મહાનગર કાનપુરથી વિધાનસભા અધ્યક્ષના રુપમાં પ્રથમ વખત જવાબદારી હરિકિશન શ્રીવાસ્તવને મળી હતી. મુલાયમસિંહ યાદવની સરકારમાંથી તેઓ અધ્યક્ષ બન્યા હતા. તેઓ ચૌબેપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. બસપા અને બાદમાં સપાની સાથે પોતાની રાજનીતિક ઈનિંગમાં પોતાની બાહુબલી છબીના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા. તેઓ એક વખત પ્રદેશ સરકારમાં મંત્રી પણ બન્યા હતા.

મહાનાના નિર્વિરોધ વિધાનસભા અધ્યક્ષ તરીકેનો રસ્તો સાફ થતા તેમના લાલ બંગલા સ્થિત કેમ્પ કાર્યાલયમાં સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. મીઠાઈ વહેંચવામાં આવી હતી. અહીં રાકેશ તિવારી, વીડી રાય, સુરેશ અવસ્થી, લાલ ત્રિવેદી, શ્રીકાંત મિશ્રા, સુરેન્દ્ર સિંહ, સૌરભ તિવારી, ભુવનેશ બાજપેઈ, શત્રુઘ્ન સિંહ, સુમિત વધાવન, જીત વિશ્વકર્મા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments