Homeતાપણુંચૌધરી ચરણસિંહ: ઉત્તર પ્રદેશના અવસરવાદી મુખ્યમંત્રી, જેમણે કોંગ્રેસની હોડીમાં કાણું પાડી નાખ્યું

ચૌધરી ચરણસિંહ: ઉત્તર પ્રદેશના અવસરવાદી મુખ્યમંત્રી, જેમણે કોંગ્રેસની હોડીમાં કાણું પાડી નાખ્યું

Team Chabuk-Political Desk: દેશના પ્રધાનમંત્રી, નહેરુના વિરોધી, ગાંધીભક્ત અને ખેડૂતોના મસીહા તરીકે ખ્યાતનામ ચૌધરી ચરણસિંહની નિયત પહેલાથી અવસરવાદી નેતા તરીકેની હતી. જો એમની માગ સંતોષવામાં ન આવે તો જે પાર્ટીની હોડીમાં તેઓ બેઠાં હોય એમાં કાણું પાડી નાખે. એક નવી હોડી એમણે તૈયાર કરી જ લીધી હોય. જે લોકો એમનું માને એમને એ હોડીમાં બેસાડી, બચાવી લઈ જાય. બાકીના ડૂબો…!

ચંદ્રભાનુ ગુપ્તની જગ્યાએ ચૌધરી ચરણસિંહ આવી ગયા. ચૌધરી ચરણસિંહે આ કેવી રીતે કર્યું ? સ્વતંત્રતા પૂર્વે અને પશ્ચાત ચૌધરી ચરણસિંહ ઉત્તર પ્રદેશમાં મહત્વના પદ પર રહ્યા હતા. 1946, 1952, 1962 અને 1967માં વિધાનસભામાં પોતાના ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1946માં પંડિત ગોવિંદ વલ્લભ પંતની સરકારમાં સંસદીય સચિવ હતા અને રાજસ્વ, ચિકિત્સા, લોક સ્વાસ્થ્ય, ન્યાય, સૂચના વગેરે વિભિન્ન વિભાગોમાં ફરજ બજાવી હતી.

જૂન 1951માં તેમને રાજ્ય કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અહીં તેમને ન્યાય અને સૂચના વિભાગ આપવામાં આવ્યો હતો. 1952માં મુખ્યમંત્રી ડો.સંપૂર્ણાનંદના મંત્રીમંડળમાં રાજસ્વ અને કૃષિ મંત્રાલય સંભાળ્યું. એપ્રિલ 1959માં તેમણે રાજીનામું આપ્યું ત્યારે રાજસ્વ અને પરિવહન વિભાગ તેમના હાથમાં હતો. 1960માં ઉત્તર પ્રદેશના ત્રીજા મુખ્યમંત્રી ચંદ્રભાનુ ગુપ્તની સરકારમાં તેઓ ગૃહમંત્રી અને કૃષિ મંત્રી હતા. 1962-63માં સુચેતા કૃપલાણીની સરકારમાં કૃષિ અને વન મંત્રી રહ્યા. 1965માં કૃષિ વિભાગ છોડી દીધો.

દેશ સિત્તેરના દાયકાની નજીક પહોંચી રહ્યો હતો. નહેરુના સમાજવાદ પ્રત્યે મોહભંગ પ્રવર્તવા લાગ્યો હતો. આ વાતનો ફાયદો ચૌધરી ચરણસિંહે ઉઠાવ્યો. તેમણે કોંગ્રેસ પર બ્રાહ્મણ-વાણિયા અને ઠાકુરના ગઠબંધનનો આરોપ લગાવ્યો. સાથે જ પોલીસ ભરતીમાં ઓબીસીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળે એ મુદ્દો ઉઠાવી કોંગ્રેસનો ગાળિયો કરી નાખ્યો. 1967માં તેમણે પાર્ટી તોડી નાખી અને ભારતીય ક્રાંતિ દળ નામની નવી પાર્ટી બનાવી. જેમાં કોંગ્રેસના 16 ધારાસભ્યો હતા.

ચૌધરી ચરણસિંહે આ રીતે 1967માં ઉત્તર પ્રદેશમાં પ્રથમ ગેર કોંગ્રેસી સરકાર જનસંઘ, કોમ્યુનિસ્ટ પાર્ટી અને સમાજવાદીઓની સાથે મળી બનાવી લીધી. મુખ્યમંત્રી પદ પર આવતા જ ચૌધરી ચરણસિંહે એક ક્રાન્તિકારી નિર્ણય લીધો. ખાદ્યમાંથી સેલ્સ ટેક્સ હટાવી દીધો. સીલિંગમાંથી મળેલી જમીનની વહેંચણી શરૂ કરી. આંતરવિરોધ ઉઠ્યો. સરકાર પડી ગઈ. 25 ફેબ્રુઆરી 1968માં ચરણસિંહને ત્યાગપત્ર આપવું પડ્યું.

પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું. 1969માં ફરી ચૂંટણી થઈ અને ફરી સરકાર ચંદ્રભાનુ ગુપ્તના હાથમાં આવી. માત્ર 19 દિવસ માટે. 1969માં તેઓ પ્રદેશમાં ફરી મુખ્યમંત્રી બન્યા. 1974માં લોક દળ પાર્ટી બનાવી અને ઈમરજન્સી બાદ જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. ધીમે ધીમે તેઓ રાજ્યની રાજનીતિમાંથી કેન્દ્રની રાજનીતિમાં આવી ગયા. સંપૂર્ણાનંદ, ચંદ્રભાનુ ગુપ્ત બાદ ચૌધરી ચરણસિંહ એવા ત્રીજા મુખ્યમંત્રી હતા જે બે વખત મુખ્યમંત્રી પદના શપથ તો લીધા પણ અલગ અલગ વિધાનસભા માટે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments