Team Chabuk-National Desk: કોચ બિહારમાં ચાર લોકોની મોત બાદ પશ્ચિમ બંગાળમાં રાજનીતિ તેની ચરમસીમાએ છે. સામ સામા આરોપ અને પ્રત્યારોપ થઈ રહ્યા છે. ચૂંટણી આયોગે પણ ત્યાં ત્રણ દિવસ સુધી કોઈ પણ નેતાને જવાની ના પાડી દીધી છે. એવામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એક વખત ચૂંટણી આયોગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, MCCનું નામ મોદી કોડ ઓફ કન્ડક્ટ રાખી દો.
સીએમ મમતા બેનર્જીએ રવિવારના રોજ ટ્વીટ કરતાં કહ્યું કે, ચૂંટણી આયોગે એમસીસીનું નામ બદલીને મોદી કોડ ઓફ કન્ડક્ટ રાખી દેવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ પોતાની તમામ તાકાત લગાવી લે. પણ આ દુનિયામાં મારા લોકોની પીડામાં મને ભાગીદાર થતા કોઈ નહીં રોકી શકે. મમતા બેનર્જીએ આ મુદ્દામાં આગળ કહ્યું કે, કોચ બિહારમાં ત્રણ દિવસ સુધી મારા ભાઈઓ અને બહેનોને મને મળતા રોકી શકે છે ચોથા દિવસે હું ત્યાં પહોંચીશ.
બંગાળમાં ચોથા ચરણની ચૂંટણી દરમિયાન શનિવારના રોજ મતદાન પ્રક્રિયા સમયે કોચ બિહારના સિતાલકુચીમાં ફાયરિંગ થતાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. એ પછી કોચ બિહાર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાય છે. ચૂંટણી આયોગે 72 કલાક સુધી નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં પાંચમાં ચરણના મતદાનના 72 કલાક પહેલા જ પ્રચાર બંધ કરી દેવાનો પણ ઠરાવ કર્યો છે.
એવામાં ચૂંટણી આયોગના આદેશ બાદ તમામ રાજનીતિક દળોની સાથે સાથે મમતા બેનર્જી પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે રાજ્યના મુખ્યમંત્રી હોવાના કારણે મમતા બેનર્જી આજે ત્યાં પ્રેસ વાર્તા કરવા પર અડગ છે. ટીએમસી તરફથી નિવેદન પસાર કરવામાં આવ્યું છે કે તેઓ કોચ બિહાર સહિત સમગ્ર રાજ્યમાં આ ઘટનાની વિરૂદ્ધ પ્રદર્શન કરશે.
આ પહેલા ચૂંટણી આયોગના ઓફિસરોની સાથે મુલાકાત બાદ ટીએમસી નેતાઓએ જણાવ્યું હતું કે, અમે ચૂંટણી આયોગના સંજ્ઞાનમાં એ વાત લાવવા માટે ગયા હતા, કે ફાયરિંગમાં મૃત્યુ પામેલા ચાર લોકોની મોત માટે કેન્દ્રિય સુરક્ષા બળ સીઆરપીએફ, સીઆઈએસએફ અને બીએસએફ જવાબદાર છે. ટીએમસીના પાંચ સદસ્યી પ્રતિનિધિમંડળમાં સુબ્રતો મુખર્જી, સુદીપ બંધોપાધ્યાય, સુગાતા રોય અને ડેરેક ઓ બ્રાયનનો સમાવેશ થાય છે.
જોકે હાલમાં હવે કોચ બિહારમાં નેતાઓના પ્રવેશ માટે ત્રિ-દીવસીય પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. તો ટીએમસી ચીફે ચૂંટણી આયોગ અને પીએમ મોદી પર નિશાનો સાધ્યો છે. હાલ મમતા બેનર્જીની પાર્ટીમાં રાજ્યની અન્ય જગ્યાએ આ ઘટનામાં વિરોધ પ્રદર્શન કરશે અને પ્રતિબંધ હટ્યા બાદ કોચ બિહારમાં રેલી કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત