ભગતસિંહ : આલોચના અને સ્વતંત્ર વિચાર એક ક્રાન્તિકારીના બંને અનિવાર્ય ગુણ છે, કારણ કે આપણા પૂર્વજોએ કોઈ પરમ આત્મા પ્રત્યે વિશ્વાસ બનાવી લીધો હતો. એટલે કે કોઈ પણ વ્યક્તિ જે એ વિશ્વાસને સત્યતા કે એ પરમ આત્માના અસ્તિત્વને જ પડકાર આપે, તેને વિધર્મી, વિશ્વાસઘાતી કહેવામાં આવશે. જો તેના તર્ક એવા છે જેનો છેદ ઉડાવી તેનું ખંણ્ડન વિતર્ક દ્વારા ન થઈ શકે અને તેની આસ્થા એટલી પ્રબળ છે કે તેને ઈશ્વરના પ્રકોપથી થનારી વિપત્તીઓનો ભય દેખાડ્યો કે દબાવ્યો નથી શકાતો, તો તેની એ કહીને નિંદા કરવામાં આવે છે કે એ વૃથાભિમાની છે.
આ મારું અભિમાન નહોતું જે મને નાસ્તિકતાની તરફ લઈ ગયું. મારા તર્કની પદ્ધતિ સંતોષપ્રદ સિદ્ધ થાય છે કે નહીં તેનો નિર્ણય મારા વાચકોએ કરવાનો છે, મારે નહીં. હું જાણું છું કે ઈશ્વર પરના વિશ્વાસે આજે મારું જીવન સરળ અને મારો બોજ હળવો કરી દીધો હોત. તેના પર મારા અવિશ્વાસે તમામ વાતાવરણને અત્યંત શુષ્ક બનાવી દીધું છે.
થોડો એવો રહસ્યવાદ આને કવિત્વમય બનાવી શકે છે, પણ મારા ભાગ્યને કોઈ ઉન્માદનો આધાર નથી જોઈતો. હું યથાર્થવાદી છું. હું અન્ત: પ્રકૃતિ પર વિવેકની સહાયતાથી વિજય ઈચ્છું છું. આ ધ્યેયમાં હું હંમેશાં સફળ નથી થયો. પ્રયાસ કરવો એ માણસનું કર્તવ્ય છે. સફળતા તો સંયોગ તથા વાતાવરણ પર નિર્ભર છે. કોઈ પણ મનુષ્ય, જેમાં જરા પણ વિવેક શક્તિ છે. એ પોતાના વાતાવરણને તાર્કિક રૂપથી સમજવા ઈચ્છશે.
જ્યાં સીધું પ્રમાણ નથી ત્યાં દર્શનશાસ્ત્રનું મહત્વ છે. જ્યારે આપણા પૂર્વજોએ હળવાશના સમયે વિશ્વના રહસ્યને, તેના ભૂત, વર્તમાન અને ભવિષ્યને, તેને શા માટે અને ક્યાંને સમજવાનો પ્રયાસ કર્યો તો સીધા પરિણામોના કઠિન અભાવમાં દરેક વ્યક્તિએ આ પ્રશ્નોનું પોતાની રીતે જ નિરાકરણ લાવ્યું.
આ જ કારણ છે કે વિભિન્ન ધાર્મિક મતોમાં આપણને આટલું અંતર જોવા મળે છે. જે ક્યારેક ક્યારેક વૈમનસ્ય અને ઝઘડાનું રૂપ લઈ લે છે. ન માત્ર પૂર્વ અને પશ્ચિમના દર્શનોમાં મતભેદ છે, પણ પ્રત્યેક ગોળાર્ધના પોતાના વિભિન્ન મતોમાં પણ અંદરોઅંદર અંતર છે. પૂર્વના ધર્મોમાં, ઈસ્લામ અને હિન્દુ ધર્મમાં જરા પણ અનુરૂપતા નથી. ભારતમાં જ બૌદ્ધ તથા જૈન ધર્મ એ બ્રાહ્મણવાદથી ખૂબ જ અલગ છે. જેમાં સ્વયં આર્યસમાજ અને સનાતન ધર્મ જેવા વિરોધી મતો જોવા મળે છે.
પ્રાચીન સમયનો સ્વતંત્ર વિચારક ચર્વાક છે. તેણે ઈશ્વરને પ્રાચીન સમયમાં જ પડકાર ફેંક્યો હતો. દરેક વ્યક્તિ ખૂદને સાચો માને છે. દુર્ભાગ્યની વાત છે કે જૂના વિચારકોના અનુભવ તથા વિચારોને ભવિષ્યમાં અજ્ઞાનતાની વિરૂદ્ધ લડાઈનો આધાર બનાવવાની જગ્યાએ આપણે આળસુઓની માફક, જે આપણે સિદ્ધ થઈ ચૂક્યા છીએ, તેના કથનમાં અવિચનલ અને સંશયહીન વિશ્વાસના બરાડા પાડ્યા રાખીએ છે અને આ પ્રકારે માનવતાના વિકાસને જડ બનાવવાના દોષી છીએ.
ફક્ત વિશ્વાસ અને અંધ વિશ્વાસ ખતરનાક છે. એ મસ્તિષ્કને મૂઢ અને મનુષ્યને પ્રતિક્રિયાવાદી બનાવી દે છે. જે મનુષ્ય ખૂદને યથાર્થવાદી હોવાનો દાવો કરે છે તેને સમસ્ત પ્રાચીન રૂઢીગત વિશ્વાસોને પડકાર આપવો પડશે. પ્રચલિત મતોને તર્કની કસોટી પર રાખવા પડશે. જો એ તર્કનો પ્રહાર ન સહી શકે તો ટૂકડા ટૂકડા થઈને ભાંગી પડશે. ત્યારે નવા દર્શનની સ્થાપના માટે તેને સમગ્રત: ધરાશાયી કરીને જગ્યા સાફ કરી ને જૂના વિશ્વાસોની કેટલીક વાતોમાં પ્રયોગ કરીને પુન:નિર્માણ કરવું.
હું પ્રાચીન વિશ્વાસોના મજબુતીપણા પર પ્રશ્ન કરવાના સંબંધમાં આશ્વસ્ત છું. મને પૂરો વિશ્વાસ છે કે એક ચેતન પરમ આત્માનું, જે પ્રકૃતિની ગતિનું દિગ્દર્શન અને સંચાનલ કરે છે, કોઈ અસ્તિત્વ નથી. આપણે પ્રકૃતિમાં વિશ્વાસ કરીએ છીએ અને સમસ્ત પ્રગતિશીલ આંદોલનનું ધ્યેય મનુષ્ય દ્વારા પોતાની સેવા માટે પ્રકૃતિ પર વિજય પ્રાપ્ત કરવાનું માને છે. તેને દિશા દેવાની પાછળ કોઈ ચેતન શક્તિ નથી. આ જ આપણું દર્શન છે. હું આસ્તિકોને કેટલાક પ્રશ્ન કરવા માગુ છું.
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત