Homeવિશેષબાકી બધી એક સરખી પણ સ્પેસ બારની કિ આટલી લાંબી કેમ હોય...

બાકી બધી એક સરખી પણ સ્પેસ બારની કિ આટલી લાંબી કેમ હોય છે?

Team Chabuk-Special Desk: કૉમ્પ્યુટર તો કોણે નહિ જોયું હોય? એમાંય કિબોર્ડ તો કોણે નહિ જોયું હોય? બધા બટન, કે કાઠિયાવાડી ભાષામાં કહો તો કિબોર્ડની “ચાપું” એક સરખી લાગે. પણ એક ચાપ છે, જે આટલી લાંબી કેમ છે તે કોઈનાં ધ્યાનમાં નહીં આવ્યું હોય. એને કહેવાય સ્પેસ બાર. એનું કામ તો ઘણું ઓછું છે. જ્યારે કોઈ ટાઈપિંગ કરી રહ્યું હોય અને બે અક્ષર જે નોખા કરવાના છે એ ભેગા થઈ જાય ત્યારે જોરથી દબાવી બંનેના છૂટાછેડા કરી નાખે! આ સિવાય પણ કેટલાય કામ હશે, જોકે ટાઇપિંગ કરનારાઓ માટે તો આ એક જ રીતે ઉપયોગી છે.

બને છે એવું કે, તમે કોઈ પણ શબ્દ ટાઇપ કરો ત્યારે તે અંગૂઠાની બિલકુલ નજીક હોય છે. ટાઇપિગના નિષ્ણાતોને તો ખ્યાલ જ હશે કે એક વખત એવી ધરખમ સ્પીડ આવી જાય કે અનાયાસે અંગૂઠો સ્પેસ બાર પર એક બે નહીં પણ અઢળક વખત પડી ગયો છે તેની ખબર પણ ન રહે.

હવે થોડું પ્રોદ્યોગિકીની દૃષ્ટીએ જોઈ લઈએ. સ્પેસ બાર આટલું લાંબું એટલા માટે હોય છે કારણ કે બંને હાથની આંગળીઓનાં ટેરવા દ્વારા તેને દબાવી શકાય. જો તમે સ્ટાન્ડર્ડ ટાઇપિંગ કૉન્ફિગરેશનનો ઉપયોગ કરો છો તો તમારી ડાબી ઈન્ડેક્સ ફિંગર “F” અને જમણી આંગળી “J” પર રહી હશે. અહીંથી તમે સરળતાથી અંગૂઠા વડે સ્પેસ બારનું નિયંત્રણ કરી શકો છો. બીજું કે ટાઇપિંગ માટે જેટલા પણ શબ્દો દબાવવાના હોય હંમેશાં સ્પેસ બાર નજીક હોય એવું જ ફિલ થશે. વિચારશો કે આમ તો આ કંઈ કામનું નથી, પણ આમ જુઓ તો ઘણું બધું કામ કરે છે. એક જ કામ પણ એનાં વિના રહી ન શકીએ. માની લો કે… આવી રીતે લખાયું તો, “સાંજેઅફસરોકેન્ટિનમાંડ્રિંક્સલઈરહ્યાહતા….” સારું છે સ્પેસ બાર છે.

કેટલાક તર્કવાદી ટેક્નોક્રેટ વિચારકોનું તો એવું પણ કહેવું છે કે સ્પેસ બારમાં આટલી લાંબી કી આપવાની સગવડ એટલા માટે પણ કરવામાં આવી હોય શકે, જેથી બાકીની સ્વીચ સરળતાથી પોતાની જગ્યા સ્થાપિત કરી લે. કદાચ એવું બની શકે કે સ્પેસ બારની કિનો આવિષ્કાર અંતમાં જ કરવામાં આવ્યો હોય, કે પહેલા કરવામાં આવ્યો હોય અને પછી વિચાર્યું હોય કે આને રાખવી ક્યાં? તો કે અંગૂઠાની સમીપે એટલે કે સાવ નીચે. કારણ કે ત્યાંથી જ બીજી આંગળીઓને બધું નજીક નજીક લાગે છે. તમે પણ વિચારો, ગૂગલ કરો કે સ્પેસ બારની કિ પણ ક્યાંક પહેલા ટૂંકી તો નહોતી ને?

space key

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments